વડોદરાના લાલપુરા બન્યો "ભુવાપુરા" વિસ્તાર!
વડોદરાના લાલપુરા બન્યો "ભુવાપુરા" વિસ્તાર!
Published on: 02nd July, 2026

વડોદરા શહેરમાં માર્ગો પર ભૂવા પડવાની સમસ્યા યથાવત છે. આજે નવા યાર્ડ રોડ પર લાલપુરા ગામ પાસે મુખ્ય માર્ગ પર આશરે ચાર ફૂટ પહોળો અને ત્રણ ફૂટ ઊંડો ભૂવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ છે. આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડતા હોવાથી તેને હવે "ભુવાપુરા" તરીકે ઓળખવામાં આવે છે. ગત ૯ મહિના પહેલાં પણ આ જ સ્થળે ભૂવો પડતાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો, તેમ છતાં યોગ્ય સમારકામ ન થતાં ફરી આ ઘટના બની છે. સામાજિક કાર્યકર વિજય જાદવે સમારકામની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.