વડોદરાના શિનોર તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
વડોદરાના શિનોર તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
Published on: 15th August, 2026

શિનોર તાલુકા મથકે આઝાદીના અમૃત મહોત્સવ અને "હર ઘર તિરંગા" કાર્યક્રમના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતથી ડીજેના તાલે શરૂ થયેલી આ યાત્રામાં જિલ્લા અને તાલુકા કક્ષાના અગ્રણીઓ, પોલીસ, GRD, અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. દેશભક્તિના ગીતો અને હાથમાં તિરંગા સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર શહેરમાં દેશપ્રેમનો અનોખો માહોલ સર્જ્યો હતો.