વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
Published on: 10th August, 2026

વડોદરા શહેરની રાણા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના મુદ્દે જૂની અદાવત રાખી, ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ મંડળીના પ્રમુખ જીતુભાઈ રાણા પર પથ્થરો મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં પ્રમુખ જીતુભાઈ રાણાને સામાન્ય ઈજા પહોંચતા મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.