ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
Published on: 03rd October, 2026

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા UIA કચેરી ખાતે માનવસેવાના ઉમદા હેતુથી એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં UIAના સભ્ય ઉદ્યોગોના કર્મચારીઓ, તેમના પરિવારજનો, મિત્રો અને વિવિધ સંસ્થાઓના સભ્યોએ મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કર્યું. રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, જય માતાજી સેવા સંઘ, ઇનર વ્હીલ ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ્ ઉમરગામ જેવા સંસ્થાઓના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 106 યુનિટ રક્ત એકત્રિત થયું.