વાપી ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન
વાપી ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન
Published on: 03rd October, 2026

વાપી ખાતે કે.કે. હરિઆ હાઈસ્કૂલ કરવડ ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન અને સ્નેહમિલન યોજાયું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી થઈ. જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલે સૌને શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપ્યું. નિવૃત્ત, વિશિષ્ટ અને શ્રેષ્ઠ શાળાના આચાર્યોને શિલ્ડ આપી સન્માનિત કરાયા. શૈક્ષણિક વર્ષ 2026-2028 માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ.