છોટાઉદેપુરના ૧૨ વર્ષના બાળકને કૂતરાના રસીકરણના અભાવે મોત
છોટાઉદેપુરના ૧૨ વર્ષના બાળકને કૂતરાના રસીકરણના અભાવે મોત
Published on: 12th August, 2026

છોટાઉદેપુરના કીડીઘોઘાદેવ ગામમાં ત્રણ મહિના પહેલા કૂતરા કરડ્યા બાદ ૧૨ વર્ષના કાનસિંગ નામના બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે. શરૂઆતમાં છોટાઉદેપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તબિયત લથડતાં તેને Vadodara ની S.S.G. Hospitalમાં રિફર કરાયો હતો. ત્યાંથી વધુ ગંભીર સ્થિતિને કારણે Ahmedabad મોકલાયો હતો, પરંતુ અમદાવાદ પહોંચતા પહેલા જ તેનું દુઃખદ અવસાન થયું. કૂતરાના કરડ્યા બાદ યોગ્ય સમયે રસીકરણ ન થવું આ ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.