સોમનાથમાં 23 રેસ્ટોરન્ટની તપાસ: 34 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ
સોમનાથમાં 23 રેસ્ટોરન્ટની તપાસ: 34 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ
Published on: 14th August, 2026

શ્રાવણ માસમાં યાત્રાળુઓને શુદ્ધ અને સલામત ભોજન મળે તે માટે ગીર સોમનાથના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સોમનાથ મંદિર વિસ્તારમાં 23 રેસ્ટોરન્ટની સઘન તપાસ કરાઈ. આ દરમિયાન, 34 કિલો વાસી, અખાદ્ય અને મુદતબાહ્ય ખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ખાદ્ય વ્યવસાયકારોને ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજેનિક ધોરણો જાળવવા સૂચના અપાઈ. નિયમોના પાલનમાં બેદરકારી જણાશે તો Food Safety and Standard Act, 2006 હેઠળ કાયદેસર કાર્યવાહી કરાશે.