AMC સ્કૂલોમાં બાળકોને મળતું પ્રદૂષિત ટાંકીનું પાણી
AMC સ્કૂલોમાં બાળકોને મળતું પ્રદૂષિત ટાંકીનું પાણી
Published on: 14th August, 2026

અમદાવાદની AMC સંચાલિત સ્માર્ટ સ્કૂલોમાં બાળકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. ઓઢવની કરશનનગર શાળા નં. 1, 2 અને હિન્દી શાળા નં. 1 માં RO પ્લાન્ટ હોવા છતાં, કનેક્શનના અભાવે બાળકો ટાંકીનું ગંદુ અને પ્રદૂષિત પાણી પીવા મજબૂર છે. આ મુદ્દો બહાર આવ્યા બાદ સમાચાર પ્રસારિત ન કરવા માટે શાસન અધિકારી લગધીર દેસાઈ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ થયો છે. બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ મુદ્દે તંત્રની જવાબદારી સામે પ્રશ્નો ઉભા થયા છે.