સંજેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિને જાગૃતિ રેલી યોજાઈ
સંજેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિને જાગૃતિ રેલી યોજાઈ
Published on: 02nd June, 2026

દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા હેલ્થ ઓફ્સિરના માર્ગદર્શન હેઠળ તા.31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગ રૂપે સંજેલીની રેફરલ હોસ્પિટલ એન્ડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેલી યોજાઈ હતી. જેનું પ્રસ્થાન ડૉ.નિરવ પટેલ ડેન્ટલ સર્જન, તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝરે કરાવ્યું હતું. રેલીમાં તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કરો, સી.એચ.ઓ હાજર રહ્યા હતાં. રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.