એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
Published on: 30th April, 2026

ચીનમાં ૪૦ વર્ષીય પુરુષનું હૃદય અચાનક બંધ થઈ જતાં ડૉક્ટરોએ અત્યાધુનિક 'એક્મો' (ECMO) મશીન દ્વારા તેને નવજીવન આપ્યું છે. ઇલેક્ટ્રિક આંચકા છતાં હૃદય શરૂ ન થતા, આ મશીને શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કર્યું હતું. તે દર્દીના લોહીમાં ઓક્સિજન ભેળવીને લોહી પમ્પ કરતું રહ્યું, જેનાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહ્યું હતું. આ સફળ તબીબી પ્રક્રિયાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી હૃદય બેસી જવાના ગંભીર કિસ્સાઓમાં પણ જીવ બચાવવા માટે અત્યંત કારગત નીવડી શકે છે.