સ્મોકિંગ છોડ્યા પછી લંગ કેન્સરનું જોખમ કેટલા વર્ષમાં ઘટે?
સ્મોકિંગ છોડ્યા પછી લંગ કેન્સરનું જોખમ કેટલા વર્ષમાં ઘટે?
Published on: 22nd September, 2026

સિગારેટ પીવાથી લંગ કેન્સરનું જોખમ વધે છે, પરંતુ સ્મોકિંગ છોડ્યા પછી શરીરમાં સુધારાની પ્રક્રિયા શરૂ થાય છે. નિષ્ણાતોના મતે, 10 થી 15 વર્ષ પછી લંગ કેન્સરનું વધારાનું જોખમ લગભગ અડધું થઈ શકે છે. સિગારેટ છોડતાની સાથે જ નિકોટિનનું સ્તર શૂન્ય થાય છે અને કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય થાય છે. 1 થી 12 મહિનામાં ઉધરસ અને શ્વાસની તકલીફ ઓછી થાય છે. 1 થી 2 વર્ષમાં હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 5 થી 10 વર્ષમાં કેન્સરનું જોખમ અડધું થઈ શકે છે. જોકે, 15 વર્ષ પછી પણ જોખમ સંપૂર્ણપણે સમાપ્ત થતું નથી.