ભુજમાં હવે દર મહિને યોજાશે પંચગવ્ય ગોબર સ્નાન
ભુજમાં હવે દર મહિને યોજાશે પંચગવ્ય ગોબર સ્નાન
Published on: 22nd September, 2026

ભુજમાં ગોસેવા ગતિવિધિ દ્વારા દેશી ગાયના ગોબરમાંથી તૈયાર થતા ‘પંચગવ્ય સ્નાન’ ને મળી રહેલા ઉત્સાહભર્યા પ્રતિસાદને પગલે હવે દર મહિને આ પવિત્ર સ્નાન યોજવાનો નિર્ણય લેવાયો છે. ભુજમાં રાવલવાડી સ્થિત સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં છેલ્લા બે માસથી પુરુષો માટે આ સ્નાન યોજાઈ રહ્યું છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો જોડાઈ રહ્યા છે. શુદ્ધ ખોરાક ખાતી દેશી ગાયના તાજા ગોબર સાથે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ચંદન પાવડરના મિશ્રણથી તૈયાર થતા આ સ્નાન બાદ લોકો સ્ફૂર્તિ અને માનસિક શાંતિનો અનુભવ કરે છે. આયુર્વેદ મુજબ પંચગવ્ય શરીરના ટોક્સિન્સ ખેંચી કાઢી, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચામડીના રોગોમાં પણ લાભદાયી છે.