ગીરમાં ૧૨ સિંહોના મોત.
ગીરમાં ૧૨ સિંહોના મોત.
Published on: 31st May, 2026

ગીરમાં ભેદી રોગચાળાને કારણે ૧૨ સિંહોના દુઃખદ મોત થયા છે, પરંતુ વનવિભાગ મૃત્યુઆંક અને રોગના સાચા કારણને છુપાવી રહ્યું છે. જ્યાં બીમાર સિંહોની સારવાર ચાલી રહી છે તે જસાધાર એનિમલ કેર સેન્ટરને તાળાં મારી દેવાયા હતા. નજીકમાં સળગતી ચિતાઓ અને લાકડાના મોટા જથ્થાએ ગીરના સિંહોની ગંભીર સ્થિતિ દર્શાવી. અંદાજે ૨૦ બીમાર સિંહોની સારવાર ચાલી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. વનવિભાગની બેદરકારી અને પ્રોજેક્ટ લાયન હેઠળ થતા મોટા ખર્ચ છતાં કારણ ન મળવું ચિંતાજનક છે.