મહીસાગરના ગોરાડા આંગણવાડી ખાતે સેવા મિલન અને પોષણ ઉત્સવ ઉજવાયો
મહીસાગરના ગોરાડા આંગણવાડી ખાતે સેવા મિલન અને પોષણ ઉત્સવ ઉજવાયો
Published on: 05th October, 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડા ઘટક-1 અને ઘટક-3 હેઠળ ગોરાડા આંગણવાડી કેન્દ્ર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'આંગણ મિલન સેવા - પોષણ અને વિકાસનો ઉત્સવ' યોજાયો. સાંસદ રાજપાલસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓ, સ્થાનિક પ્રતિનિધિઓ, સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકોએ રચનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી અને પોષણ ચેમ્પિયન બનેલા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોની કામગીરીની પણ સરાહના કરાઈ હતી.