પંચમહાલની કલરવ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પમાં ૧૩૨ બોટલ રક્ત એકત્ર
પંચમહાલની કલરવ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પમાં ૧૩૨ બોટલ રક્ત એકત્ર
Published on: 10th July, 2026

હાલોલ રોટરી ક્લબ, શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલિકેબ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ અને ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી હાલોલ કંજરી રોડ સ્થિત કલરવ સ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. આ શિબિરમાં શાળાના શિક્ષકો, વાલીઓ, નગરજનો અને ક્લબના સભ્યો દ્વારા કુલ ૧૩૨ બોટલ રક્ત એકત્રિત કરાયું. સ્વ. પ્રકાશચંદ્ર જોષીપુરાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ બાદ શાળામાં નવજ્યોત પુરસ્કાર સમારોહ યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરાયા.