પંચમહાલના શહેરાના સાધરા ગામે લોકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન
પંચમહાલના શહેરાના સાધરા ગામે લોકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન
Published on: 05th October, 2026

શહેરા તાલુકાના સાધરા ગામની પ્રાથમિક શાળામાં પ્રજાજનોના પ્રશ્નોના ઘરઆંગણે જ ઉકેલ લાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આયોજિત કાર્યક્રમમાં એક જ છત નીચે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી. સુરેશ સિંહ સોલંકી, અરવિંદસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાધરા ઉપરાંત આસપાસના ગામોના ગ્રામજનોને પણ લાભ મળ્યો. મહેસૂલ, પંચાયત, આરોગ્ય, આયુષ્માન ભારત કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા જેવી અનેક સેવાઓ માટે અલગ સ્ટોલ ઊભા કરાયા. અધિકારીઓએ અરજીઓનો સ્થળ પર જ ઉકેલ લાવ્યો.