ક્વોરેન્ટાઈન કરાયેલા સિંહ સ્વસ્થ, વનમંત્રીએ આપી માહિતી
ક્વોરેન્ટાઈન કરાયેલા સિંહ સ્વસ્થ, વનમંત્રીએ આપી માહિતી
Published on: 01st June, 2026

ગીર વિસ્તારમાં સિંહોમાં વાયરસ સંક્રમણની ચિંતા વચ્ચે રાજ્ય સરકાર અને વન વિભાગના પ્રયાસો સફળ રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી કે ક્વોરેન્ટાઈન કરાયેલા તમામ સિંહો સ્વસ્થ છે અને તેમને આગામી બે-ત્રણ દિવસમાં જંગલમાં ફરીથી મુક્ત કરવામાં આવશે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણથી એકપણ સિંહનું મૃત્યુ થયું નથી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. 500થી વધુ સિંહો માટે ડીવોર્મિંગ સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે.