રાજકોટમાં 950 થી વધુ બાળકોએ સમર કેમ્પમાં યોગ-પ્રાણાયામ શીખી
રાજકોટમાં 950 થી વધુ બાળકોએ સમર કેમ્પમાં યોગ-પ્રાણાયામ શીખી
Published on: 01st June, 2026

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત'ના સંકલ્પ સાથે 7થી 15 વર્ષના 950થી વધુ બાળકો માટે ખાસ સમર કેમ્પ યોજાયો. શહેરના 9 સ્થળો પર 15 દિવસ ચાલેલી આ શિબિરમાં બાળકોએ ધ્યાન, પ્રાણાયામ અને આસનોની તાલીમ લીધી. સમાપન સમારોહમાં મહાનુભાવોએ યોગના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. વિજેતાઓને ગિફ્ટ અને પ્રમાણપત્રો અપાયા, જ્યારે અન્ય બાળકોને પણ પ્રોત્સાહક ઇનામો મળ્યા.