ગીરમાં સિંહોના મોતનો સિલસિલો ચાલુ: CDV વાયરસની આશંકાએ ચિંતા
ગીરમાં સિંહોના મોતનો સિલસિલો ચાલુ: CDV વાયરસની આશંકાએ ચિંતા
Published on: 29th May, 2026

ગીર પૂર્વના જસાધાર એનિમલ કેર સેન્ટરમાં વધુ એક સિંહનું મોત થતાં પરિસ્થિતિ ગંભીર બની છે. શરૂઆતમાં બેબસિયા રોગની આશંકા હતી, પરંતુ હવે ચેપી CDV વાયરસની શક્યતા જણાતાં સિંહોના સેમ્પલ લેવાયા છે. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ જસાધાર પહોંચી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 17 સિંહોને કોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 8 સિંહોમાં ચેપ જેવા લક્ષણો જોવા મળ્યા છે. જામવાળા, બાબરીયા અને જસાધાર રેન્જમાં સઘન સ્ક્રીનીંગ અને મોનીટરીંગ હાથ ધરાયું છે.