માસિક સ્વચ્છતા દિવસ પર જાગૃતિ માટે અનોખી ‘ધારાવી સ્વાસ્થ્ય સાથી’ પહેલ
માસિક સ્વચ્છતા દિવસ પર જાગૃતિ માટે અનોખી ‘ધારાવી સ્વાસ્થ્ય સાથી’ પહેલ
Published on: 30th May, 2026

માસિક ધર્મ સ્વચ્છતા દિવસ નિમિત્તે ધારાવીમાં આયોજિત વિશેષ જાગૃતિ કાર્યક્રમમાં 2,000થી વધુ મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો. 'ધારાવી સ્વાસ્થ્ય સાથી' પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, મહિલા આરોગ્ય, કેન્સર જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાત ડોક્ટરો અને કાઉન્સેલરોએ ખુલ્લી ચર્ચા અને પ્રશ્નોત્તરી દ્વારા મહિલાઓને આરોગ્ય અંગે જાગૃત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મફત સેનિટરી નેપકિનનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પહેલ દ્વારા અત્યાર સુધીમાં ધારાવીની 10,000થી વધુ મહિલાઓ અને કિશોરીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.