વલસાડના કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની અછત
વલસાડના કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની અછત
Published on: 05th October, 2026

કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં તબીબો અને નર્સિંગ સ્ટાફની અછત, તેમજ જરૂરી તબીબી સાધનોની અપૂરતી ઉપલબ્ધતાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિ.પં. સભ્ય અને વિવિધ ગામના સરપંચો દ્વારા કરાયેલી આકસ્મિક મુલાકાતમાં અનેક ક્ષતિઓ ઉજાગર થઈ છે. અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ અને અકસ્માત ઝોનમાં ઇજાગ્રસ્તો માટે મહત્વપૂર્ણ આ CHC માં તબીબી સુવિધાઓના અભાવે દર્દીઓને 60-70 કિલોમીટર દૂર વલસાડ કે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે.