જામનગરમાં વાયરલ ફીવરનો કહેર: સપ્તાહમાં ૧૦૫૦થી વધુ કેસ
જામનગરમાં વાયરલ ફીવરનો કહેર: સપ્તાહમાં ૧૦૫૦થી વધુ કેસ
Published on: 14th August, 2026

જામનગર શહેરમાં હવામાન પલટાને કારણે વાયરલ ફીવરમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહે ૧૦૫૦થી વધુ કેસ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય તંત્ર અને તબીબો દોડધામમાં છે. ઘરોમાં તાવ, શરદી, ઉધરસના કેસ વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો વધુ અસરગ્રસ્ત છે. તબીબો બદલાતા વાતાવરણને કારણે મોસમજન્ય વાયરલ તાવની પુષ્ટિ કરે છે અને નાગરિકોને જાતે દવા ન લેવા તથા આરામ કરવા સલાહ આપે છે. મહાનગરપાલિકા દ્વારા મચ્છર નિયંત્રણ કામગીરી તેજ બનાવવામાં આવી છે.