પોરબંદર જિલ્લામાં 16 જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું ₹2.07 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
પોરબંદર જિલ્લામાં 16 જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું ₹2.07 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
Published on: 03rd August, 2026

પોરબંદર જિલ્લામાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા 16 આંગણવાડી કેન્દ્રોનું હવે રૂ. 2.07 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાશે, જેમાં આંગણવાડીઓને LED TV, આધુનિક ફ્લોરિંગ અને ફર્નિચર સાથે હાઇટેક બનાવવામાં આવશે. દરેક કેન્દ્રનું 600 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્માણ થશે. આ પ્રોજેક્ટથી બાળકોને સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળશે, જેમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ થશે.