ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
Published on: 13th June, 2026

ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે  ઓપરેશન મ્યૂલ હન્ટ ૨.૦ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી ૩૧૦ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. કમિશન મેળવવાની લાલચમાં બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપનાર વેરાવળ, રાજકોટ તથા દ્વારકાના પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.