અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ
અમરેલીમાં ચિંતન જવેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પોલીસે એક શખ્સને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે. સોયેબ અબ્દુલ હમીદ દેશમુખ નામના આરોપીએ તેની બે મહિલા સાગરિતો સુમૈયા અફસર શેખ અને રજીયા યાસીન શેખ સાથે મળીને આ ચોરી કરી હતી. મહિલાઓએ દાગીના ખરીદવાના બહાને દુકાનદારનું ધ્યાન ભટકાવ્યું હતું, જ્યારે સોયેબ બહાર નજર રાખી રહ્યો હતો. આ ચોરીમાં કુલ રૂ. 3.35 લાખના દાગીના ગયા હતા, જેમાંથી પોલીસે રૂ. 3 હજાર રોકડા અને મોબાઇલ ફોન સહિત રૂ. 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
બોમ્બે હાઇકોર્ટના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લંડનમાં રહેતી તેમની પુત્રી પર પણ હુમલો થયો છે. આનું કારણ વર્ષ 2024માં દાઉદી વોરા સમાજના ધર્મગુરુના ઉત્તરાધિકાર અંગે આપેલ ચુકાદો છે. જસ્ટિસ પટેલે આ અંગે ભારત અને યુકેની એજન્સીઓ સમક્ષ ન્યાયની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, રિટાયરમેન્ટનો મતલબ આવો ભય નહીં વિચાર્યો હતો.
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
મહેસાણા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલે MD ડ્રગ્સના 10.86 લાખ રૂપિયાના જથ્થા સાથે રાજસ્થાનના સુરેશ વિરારામજી બિશ્નોઈ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં જેલમાં બંધ આરોપી સુરેશ બિશ્નોઈએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલોને ધ્યાનમાં રાખીને, સેશન્સ કોર્ટ જજ એમ.એફ.ખત્રીએ આરોપી સુરેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર કરી છે.
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
સમી તાલુકાના બાસ્પા ગામમાં પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી કરી અપશબ્દો બોલવા અને લાકડી-ગડદાપાટુનો માર મારવાનો આરોપ મુકાયો છે. સાહીલખાન સિકંદરખાન બલોચે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામના હેંગાભાઈ વસ્તાભાઈ ભરવાડ અને તેમના પુત્ર પ્રવિણ હેંગાભાઈ ભરવાડે પૈસા માંગ્યા હતા, અને યુવકે પૈસા આપી દીધા હોવાનું કહેતા ઉશ્કેરાઈને માર માર્યો હતો. યુવકને સારવાર બાદ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ રૂ.39.68 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર મૂળ ઝારખંડના અને હાલ વાપીમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ, મોબાઇલ અને બેંક ચેકબુક મળી આવી હતી. આ આરોપીએ પોતાના અને મિત્રો-સંબંધીઓના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી તેને સગેવગે કર્યા હતા. દેશભરમાં 16 ફરિયાદોમાં કુલ રૂ. 38.68 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
ધારીમાં બેફામ નશાખોરો સામે પોલીસવડાને રજૂઆત, ધારાસભ્ય પણ મેદાનમાં.
જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે નશાખોરો બેફામ બન્યા છે. ધારીમાં બે ખેડૂતો પર છ અસામાજિક તત્વો દ્વારા થયેલા ખુની હુમલા બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ભાજપના વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા, તેમજ પૂર્વ ધારાસભ્યો નલીનભાઈ કોટડીયા અને મનસુખભાઈ ભુવાએ જિલ્લા પોલીસવડા સમક્ષ તાત્કાલિક દારૂના હાટડા બંધ કરાવવા અને કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાઓએ ફરી એકવાર દારૂબંધીના અમલ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
ધારીમાં બેફામ નશાખોરો સામે પોલીસવડાને રજૂઆત, ધારાસભ્ય પણ મેદાનમાં.
અમરેલી LCB દ્વારા મંદિરોમાં ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા, 51,425નો મુદ્દામાલ કબજે
અમરેલી જિલ્લા LCB પોલીસે મંદિરોને નિશાન બનાવતા બે ચોરને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી રોકડ, ચોરીમાં વપરાયેલ બાઇક અને અન્ય સાધનો સહિત કુલ 51,425 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પૂછપરછમાં, તેઓએ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી ચાર ચોરીઓ અને ચોરીના નિષ્ફળ પ્રયાસોની કબૂલાત કરી છે. આ ગુનાઓ ઉકેલવા માટે LCB ટીમ સક્રિય તપાસ કરી રહી હતી. LCB PI સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હિરેન ધીરૂભાઈ માલવી અને મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યા.
અમરેલી LCB દ્વારા મંદિરોમાં ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા, 51,425નો મુદ્દામાલ કબજે
જામનગર ગાર્ડન: ઓનલાઇન ફરિયાદનો કાગળ પર નિકાલ, નાગરિકોના સમયનો બગાડ
જામનગરના સાત રસ્તા ગાર્ડનનો સત્તાવાર સમય રાત્રે 10 વાગ્યા સુધીનો છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ બોર્ડ પર છેડછાડ કરીને સમય 9 વાગ્યાનો કરી દીધો છે. આ અંગે જાગૃત નાગરિકે JMC ગાર્ડન શાખામાં રજૂઆત કરી અને ઓનલાઇન ફરિયાદ પણ કરી, પરંતુ તંત્રએ સ્થળ તપાસ કર્યા વિના જ ફરિયાદનો નિકાલ કરી દીધો. સત્તાધીશોએ પણ સ્વીકાર્યું કે ગાર્ડન 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ ગંભીર બેદરકારી સામે લોકો દ્વારા ગાર્ડનનો સમય પૂર્વવત 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
જામનગર ગાર્ડન: ઓનલાઇન ફરિયાદનો કાગળ પર નિકાલ, નાગરિકોના સમયનો બગાડ
જુનાગઢ ANTFનો ગાંડુકા સીમમાં ગાંજાના વેચાણ પર દરોડો, એક ઝડપાયો
જામનગર તાલુકાના ગાંડુકા ગામની સીમમાં ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને જુનાગઢની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમે 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગાંજા ઉપરાંત 2 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં મોબાઈલ, વજનકાંટો અને પેકિંગ મટીરીયલ પણ seized કરાયું છે. તેની સામે NDPS કલમ હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
જુનાગઢ ANTFનો ગાંડુકા સીમમાં ગાંજાના વેચાણ પર દરોડો, એક ઝડપાયો
ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યૂલ હન્ટ ૨.૦ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી ૩૧૦ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. કમિશન મેળવવાની લાલચમાં બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપનાર વેરાવળ, રાજકોટ તથા દ્વારકાના પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
વડોદરામાં GHBના ૯૫૩૩ જર્જરિત મકાનો: આગામી ચોમાસામાં જાનહાનિનો ભય
વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના ૯૫૩૩ જેટલા જર્જરિત મકાનો આગામી ચોમાસામાં ગમે ત્યારે જાનહાનિ નોતરી શકે છે. આ મકાનોમાં રહેતા લોકોને ફક્ત નોટિસો આપીને સંતોષ માની લેવાયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જણાવ્યા મુજબ, લાભાર્થીઓને મિલકતો સોંપાયા બાદ સમારકામ કે અન્ય કોઈ જવાબદારી બોર્ડની રહેતી નથી. ભયજનક ઇમારતો તાત્કાલિક ખાલી કરવા અને તેમાં થતી કોઈ પણ દુર્ઘટના કે સમારકામ માટે બોર્ડ જવાબદાર રહેશે નહીં.
વડોદરામાં GHBના ૯૫૩૩ જર્જરિત મકાનો: આગામી ચોમાસામાં જાનહાનિનો ભય
ધોળકામાં માટી માફિયા બેફામ: ખેડૂતની 8 વીઘા જમીનમાંથી 50,000 ઘનમીટર માટીની ચોરી
અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના ભુંભલી ગામમાં માટી માફિયાઓ દ્વારા ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીનમાંથી 50,000 ઘનમીટર માટીની ચોરી કરવામાં આવી છે. માત્ર 15 દિવસમાં, 8 ફૂટ ઊંડા ખાડા પાડીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં આવી હતી. સરખેજ વિસ્તારના ભુપતભાઇ પ્રજાપતિની જમીનમાં આ ઘટના બની હતી, જ્યાં આરોપી વિપુલ મારૂએ ડમ્પરો અને જેસીબીનો ઉપયોગ કરીને માટી ચોરી કરી હતી. આ ચોરી કરેલી માટી વટામણ-બગોદરા હાઇવે પર પુરાણ માટે વાપરવામાં આવી હતી. ખેડૂતે ફરિયાદ નોંધાવતા કોઠ પોલીસે BNS અને ગુજરાત ખનીજ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ધોળકામાં માટી માફિયા બેફામ: ખેડૂતની 8 વીઘા જમીનમાંથી 50,000 ઘનમીટર માટીની ચોરી
વાવ થરાદના લાખણીના કુવાણા ગામે લોહિયાળ હત્યા
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા કુવાણા ગામે આજે ધોળા દિવસે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અજાણ્યા યુવક પર ગોળી ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક અને હત્યારા બંને બહારના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હત્યાના કારણની તપાસ કરી રહી છે અને હત્યારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી છે.
વાવ થરાદના લાખણીના કુવાણા ગામે લોહિયાળ હત્યા
₹370 ની બિરયાની પર શારીરિક સંબંધોની માગ, મહિલાઓ પર ગંદી ટિપ્પણી મુદ્દે FIR!
સ્ટેન્ડ-અપ કોમેડી શોના નામે અશ્લીલ ટિપ્પણીઓ પર મહારાષ્ટ્ર પોલીસે કોમેડિયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગ્રા, ડૉ. સેજલ પવાર અને અન્ય સામે FIR નોંધી છે. ₹370 ની બિરયાનીના બદલામાં શારીરિક સંબંધોની અપેક્ષા જેવી વાંધાજનક ટિપ્પણીઓ અને મૃત વ્યક્તિઓ અંગે સંવેદનહીન ટીકાઓ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ આ મામલે ગંભીર નોંધ લીધી છે અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. 22 જૂનના રોજ સુનાવણી યોજાશે.
₹370 ની બિરયાની પર શારીરિક સંબંધોની માગ, મહિલાઓ પર ગંદી ટિપ્પણી મુદ્દે FIR!
જામનગરના બેડી વિસ્તારમાં સાઇચા ગેંગની ગેરકાયદે મિલકતો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
જામનગરના બેડી વિસ્તારમાં સાઇચા ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી 13 મિલકતો પર જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. કરોડો રૂપિયાની કિંમતના આ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. District Collector Office ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, પોલીસ વિભાગ અને અન્ય સરકારી વિભાગોની સંયુક્ત ટીમે આ ડિમોલિશન કર્યું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
જામનગરના બેડી વિસ્તારમાં સાઇચા ગેંગની ગેરકાયદે મિલકતો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પોલીસે એક વાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દરોડા દરમિયાન 'મેજિક મોમેન્ટ્સ' બ્રાન્ડની 750ml ની કુલ 9 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 6,534 આંકવામાં આવી છે. ઘટના સમયે વાડી માલિક ભાવેશ અરજણભાઈ શીર સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. પોલીસે ભાવેશ શીર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો
વડોદરામાં નિવૃત્ત અધિકારી સાથે ₹1.59 કરોડની ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનીખેજ કિસ્સો
વડોદરા શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. વાસણા રોડ પર રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના જજનો ડર બતાવી ઠગોએ 18 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) કર્યા હતા. વેરિફિકેશનના બહાને તેમની પાસેથી આશરે ₹1.59 કરોડ પડાવી લેવાયા. નકલી FIR અને નોટિસો મોકલી, 7 વર્ષની જેલ અને આબરૂ ગુમાવવાની ધમકી આપી સતત વીડિયો કોલ કરી હાજરી પુરાવા મજબૂર કર્યા. દીકરીની સતર્કતાથી આશરે ₹11.36 લાખ પરત મેળવાયા. સાયબર સેલ તપાસ કરી રહ્યું છે.
વડોદરામાં નિવૃત્ત અધિકારી સાથે ₹1.59 કરોડની ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનીખેજ કિસ્સો
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ પરથી 160થી વધુ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ ખાતે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ અંતર્ગત મેગા ડિમોલિશન હાથ ધરાયું. વહેલી સવારથી જ 160થી વધુ ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામો અને 14 કોમર્શિયલ બાંધકામો પર JCB અને હિટાચી મશીનો ફેરવી દેવાયા. આશરે 26,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા દબાણમુક્ત કરાવી તેનો કબજો મેળવવામાં આવ્યો. કાયદો-વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત પરિવારો માટે રેન બસેરામાં રહેવા-જમવાની વ્યવસ્થા અને લાયક લાભાર્થીઓને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનો ફાળવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ પરથી 160થી વધુ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ફાયરિંગ
વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં રામરાજ હોટેલ નજીક જૂની અંગત અદાવત રાખીને એક યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી સાજીદ નજીબુદ્દીન શેખ પસાર થઈ રહ્યો હતો ત્યારે સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીઓએ તેને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યું હતું. પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી અને હુમલાખોરો ચાર આરોપીઓને રાઉન્ડઅપ (ડિટેન) કરી લીધા છે. ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.
વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ફાયરિંગ
સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક એક યુવકની મોડી રાત્રે લાશ મળી છે. ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરેલ વેગેનર કારમાંથી યુવકની લાશ મળી છે. યુવક પાંચ દિવસથી ગુમ હતો. લાશ કોહવાઈ જતા દુર્ગંધ આવવા લાગી હતી. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે લાશને બહાર કાઢી. યુવકની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા અકસ્માત, આત્મહત્યા કે હત્યા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી
હિંમતનગરમાં દેશભરમાં 41 ગુના આચરનાર ઉત્તરાખંડની ગેંગના 2 સાગરીતો ઝડપાયા
હિંમતનગરમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ઉત્તરાખંડની એક ગેંગ સક્રિય હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત આયોજન સાથે ગુના કરતી હતી. સુરતથી ચોરાયેલી બાઈકનો ઉપયોગ રેકી માટે કરતા હતા. CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે ઉત્તરાખંડના બે રીઢા ગુનેગારો શહેજાદ ઉર્ફે ખિલા અને દાનિશ ફકીરને ઝડપી લીધા. તેમની પાસેથી ચોરીના દાગીના, રોકડા પૈસા અને બાઈક સહિત 49,250 નો મુદ્દામાલ કબ્જે કર્યો. આ બંને આરોપીઓ સામે દેશભરમાં 41 ગુના નોંધાયેલા છે.
હિંમતનગરમાં દેશભરમાં 41 ગુના આચરનાર ઉત્તરાખંડની ગેંગના 2 સાગરીતો ઝડપાયા
સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ સજા રદ કરી
સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ મળેલી સજા રદ કરી દીધી છે, કારણ કે આરોપી અને પીડિતાએ પાછળથી લગ્ન કરી લીધા હતા અને આરોપીએ પીડિતાને ₹10 લાખનું વળતર પણ આપ્યું હતું. પુખ્ત વયની થયા પછી પીડિતાએ આરોપી સાથે લગ્ન કર્યા હતા અને તેણે પોતાની સજા રદ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, હવે તેઓ પતિ-પત્ની તરીકે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે સ્વતંત્ર છે. આ મામલો 2018નો છે, જેમાં આરોપીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ હવે કોર્ટે અનુચ્છેદ 142 હેઠળ વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ સજા રદ કરી
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત માંડ માંડ બચ્યા
લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર થયેલા પથ્થરમારાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના કોચને નુકસાન થયું. મહત્વપૂર્ણ બાબત એ છે કે RSS ના વડા મોહન ભાગવત પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ આ ઘટનામાં સુરક્ષિત રહ્યા. ઘટના સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે ઈટાવા-ટુંડલા રેલવે લાઈન પર બની હતી. અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થર ફેંકતા E1 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો.
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત માંડ માંડ બચ્યા
સુરતમાં શૂઝ ટેન્ડર કૌભાંડ: કરોડોની ઠગાઈમાં પશ્ચિમ બંગાળથી વધુ એક આરોપી ઝડપાયો
સુરત ઇકો સેલ દ્વારા ટેન્ડરિંગ અને સપ્લાય ચેઇનના નામે ચાલતા મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 36 કરોડના શૂઝ સપ્લાય કરવાના ટેન્ડર અપાવવાની લાલચ આપીને એક વેપારી સાથે 7 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓએ 16 ટકા કમિશન અને શૂઝના એડવાન્સ સપ્લાયના નામે ઠગાઈ કરી હતી. આ કેસમાં પશ્ચિમ બંગાળથી સાયન સેન નિમાઈ નામના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ નાણાં ક્યાં રોકાયા છે અને અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવાયા છે.
સુરતમાં શૂઝ ટેન્ડર કૌભાંડ: કરોડોની ઠગાઈમાં પશ્ચિમ બંગાળથી વધુ એક આરોપી ઝડપાયો
સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સામે રૂ. 31 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ રાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 2019માં મળેલી અરજી બાદ કરાયેલી તપાસમાં, 2008 થી 2018 દરમિયાન તેમણે પોતાની કાયદેસરની આવક કરતાં ₹31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત બનાવી હોવાનો ખુલાસો થયો છે. ACB દ્વારા તેમની સ્થાવર-જંગમ મિલકતો, બેંક ખાતાઓ અને રોકાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સામે રૂ. 31 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
સુરતમાં 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ
સુરત મનપા કે પોલીસની આડમાં રોફ જમાવતા હોમગાર્ડ જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલેની ACB દ્વારા ધરપકડ કરાઈ છે. વર્ષ 2018માં એક મહિલા પાસે પ્રોહિબિશન કેસમાં 10 હજારની લાંચ માંગવામાં આવી હતી. જાગૃત પુત્રએ આખી વાતચીત રેકોર્ડ કરી ACB ને ઓડિયો CD સોંપી હતી. આરોપીએ અવાજ પોતાનો હોવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ગાંધીનગર FSL ના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં પુરાવા મળ્યા. 8 વર્ષ બાદ આ વૈજ્ઞાનિક પુરાવાની મદદથી સુરત ACB એ ગુનો નોંધી ધરપકડ કરી.
સુરતમાં 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ
દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
દિલ્હીની ‘ફ્લોરિસ સ્ટે’ હોટેલમાં લાગેલી આગમાં 23 લોકોના મોત બાદ પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉભા થયા છે. સિવિલ સોસાયટી અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે હોટેલ માલિકો, MCD અને પોલીસ અધિકારીઓને બચાવવા માટે 65 વર્ષીય રસોઈયા કેશવ સિંહ નેગીને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર 5 ગંભીર ગુનાહિત કલમો લગાવી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. લોકોનું કહેવું છે કે સુરક્ષા ધોરણોની અવગણના માટે મેનેજમેન્ટ અને માલિકો જવાબદાર છે, કર્મચારી નહીં. MCD અધિકારીઓ અને DTDCની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
દિલ્હી હોટલ આગ: પોલીસ તપાસ પર પ્રશ્નો, રસોઈયાને 'બલિનો બકરો' બનાવવાનો આરોપ
RSS વડા મોહન ભાગવતની શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો
લખનૌથી નવી દિલ્હી જઈ રહેલી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર ફિરોઝાબાદ પાસે પથ્થરમારો થયો, જેનાથી એક્ઝિક્યુટિવ ક્લાસ (E-1) કોચનો બહારનો કાચ તૂટી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે RSSના સરસંઘચાલક મોહન ભાગવત પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. કોઈ મુસાફર ઘાયલ થયો નથી અને સંઘ પ્રમુખ સુરક્ષિત છે. ટુંડલા રેલ્વે જંકશન પર ટ્રેનને રોકી તપાસ કરવામાં આવી અને સુરક્ષા મંજૂરી બાદ આગળ રવાના કરાઈ. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 6 ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે.
RSS વડા મોહન ભાગવતની શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી
અમદાવાદ નજીક કરકથલ ગામના રેલવે લાઈનમેને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
અમદાવાદ નજીક વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં રેલવેમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય લાઈનમેન મયૂરકુમાર તળસીભાઇ પરમારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મયૂરકુમાર તેના છૂટાછેડા બાદ ડિપ્રેશન માં હતા. આ આઘાત સહન ન થતાં તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે. વિરમગામ રૂરલ પોલીસે એક્સિડન્ટલ ડેથ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.