પાલનપુરના રતનપુરમાં 4.5 ફૂટનો દુર્લભ આલ્બિનો કોબ્રા મળ્યો
પાલનપુરના રતનપુરમાં 4.5 ફૂટનો દુર્લભ આલ્બિનો કોબ્રા મળ્યો
Published on: 03rd October, 2026

પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં શુક્રવારે અંદાજે 4.5 ફૂટ લાંબો દુર્લભ આલ્બિનો કોબ્રા સાપ મળી આવતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સામાન્ય કોબ્રા કરતાં અલગ સફેદ-ફિક્કા રંગના આ સાપ અંગે ગ્રામજનોએ તાત્કાલિક દિશા ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે સાપને કોઈ ઈજા ન થાય તેની કાળજી રાખી સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેને કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.