રાણા કંડોરણામાં હડકાયા શ્વાનનો આતંક
રાણા કંડોરણામાં હડકાયા શ્વાનનો આતંક
Published on: 03rd August, 2026

રાણાવાવ પંથકના રાણા કંડોરણા ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. એક શ્વાને યુવતી સહિત ૧૨થી વધુ લોકોને બચકાં ભર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ૪ લોકોને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યારે અન્ય લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. ગામમાં રખડતા અને હડકવા ઉપડેલા શ્વાનના કારણે ભયનો માહોલ છે. ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું કે ઘરે જતી વખતે કૂતરાએ પાછળથી હુમલો કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી ગ્રામજનોની માંગ છે.