બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો
બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો
Published on: 14th June, 2026

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સૈન્યના ફેક બ્રિગેડિયર બનીને ફરતો ૨૧ વર્ષીય યુવક ઝડપાયો છે. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે વિચિત્ર કારણ આપ્યું હતું. આર્યને જણાવ્યું હતું કે મે નીટની પરીક્ષા આપવા પ્રયાસ કર્યો હતો પણ સફળતા ના મળી. મારી માને હ્ય્દયની બીમારી છે, તેને સાંત્વના આપવા માટે મે જુઠ બોલ્યું કે મારી પસંદગી આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ એએફએમસીમાં ડોક્ટર તરીકે થઇ ગઇ છે.