અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
Published on: 16th May, 2026

ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ (16મી મે)થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો 86.1 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.