આમિર ખાનના ઘરે પોલીસ બંદોબસ્ત
આમિર ખાનના ઘરે પોલીસ બંદોબસ્ત
Published on: 20th July, 2026

બોલીવુડ એક્ટર આમિર ખાનને 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપવાના આરોપ હેઠળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી છે. ધમકીભરી વોઈસ ક્લિપ અને પોસ્ટ બહાર આવ્યા બાદ પોલીસે સાવચેતીના પગલારૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જોકે, પોલીસ હજી સુધી આ ધમકીઓની સત્તાવાર પુષ્ટિ કરી શકી નથી. મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે જરૂરિયાત મુજબ સુરક્ષા વધારવામાં આવી છે, આમિર ખાને હજી કોઈ ફરિયાદ નોંધાવી નથી. તાજેતરમાં રોહિત શેટ્ટી અને સલમાન ખાનના ઘરે પણ આવી ઘટનાઓ બાદ સુરક્ષા વધારવામાં આવી હતી.