બાંદ્રા-ગોરખપુર સ્પેશિયલ હવે નિયમિત અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે
બાંદ્રા-ગોરખપુર સ્પેશિયલ હવે નિયમિત અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે
Published on: 25th August, 2026

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનને નિયમિત કરવામાં આવી છે. હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને સોમવારે સવારે 6.45 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ નિયમિત સેવા 29 ઓગસ્ટ, 2026થી શરૂ થશે. તેવી જ રીતે, ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ 28 ઓગસ્ટ, 2026થી દર શુક્રવારે ગોરખપુરથી ઉપડશે.