RBIની KYC છેતરપિંડી સામે ચેતવણી
RBIની KYC છેતરપિંડી સામે ચેતવણી
Published on: 25th August, 2026

ડિજિટલ યુગમાં KYCના નામે થતી છેતરપિંડી સામે RBIએ ગ્રાહકોને સતર્ક કર્યા છે. મેસેજ કે કોલ દ્વારા KYC અપડેટ કરવાની ધમકી આપી બેંક એકાઉન્ટ બ્લોક કરવાની વાત કરીને લોકો પાસેથી બેંકિંગ માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા સાયબર ફ્રોડથી બચવા RBIએ ત્રણ નિયમો સૂચવ્યા છે: રાહ જુઓ (ઉતાવળ ન કરો), વિચારો (સંદેશની સત્યતા ચકાસો) અને કાર્ય કરો (સુરક્ષિત રીતે પગલા ભરો). કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો અને OTP, PIN કે પાસવર્ડ જેવી ગુપ્ત માહિતી શેર ન કરો.