દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે ભૂસ્ખલનથી બંધ
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે ભૂસ્ખલનથી બંધ
Published on: 05th July, 2026

ભારે વરસાદના કારણે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પર પહાડ પરથી મોટા પ્રમાણમાં કાટમાળ પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ગત રાત્રે થયેલા વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનથી એક્સપ્રેસ વે બંધ કરવો પડ્યો છે, અને વાહનોને જૂના રૂટ પર ડાયવર્ટ કરાઈ રહ્યા છે. NHAI ની ટીમ કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે. ઉદ્ઘાટનના બે મહિનામાં જ આવી ઘટના બનતાં, એક્સપ્રેસ વેની સુરક્ષા વ્યવસ્થા અને બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં પણ ખાડાઓનો વીડિયો વાયરલ થયો હતો.