મુંબઈમાં ભયાવહ વરસાદની ચેતવણી!
મુંબઈમાં ભયાવહ વરસાદની ચેતવણી!
Published on: 05th July, 2026

મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજોના બપોરના સત્રો બંધ રખાયા છે. મુંબઈ, થાણે, પાલઘર માટે રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યાં માત્ર નવ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. પુણે, નાસિક, સાતારા, કોલ્હાપુર ઘાટ વિસ્તારોમાં પણ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.