૧૭૪ પ્રવાસીઓને મોતમાંથી બચાવનાર ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરની વીરગાથા
૧૭૪ પ્રવાસીઓને મોતમાંથી બચાવનાર ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરની વીરગાથા
Published on: 02nd October, 2026

હિંમત અને સમય સૂચકતાથી ગુજરાતી યુવાન સ્મિત મચ્છરે ૧૭૪ પ્રવાસીઓને મોતમાંથી ઉગારી લીધા. સાથી પાયલોટે ચાકુ વડે હુમલો કરી સ્મિતને ઘાયલ કર્યો હોવા છતાં, તેણે કોકપીટનો દરવાજો ખોલી પ્રવાસીઓને મદદ માટે બોલાવ્યા. પ્રવાસીઓએ હુમલાખોરને બાંધી વિમાન પર ફરી કંટ્રોલ મેળવ્યો. આ ફિલ્મી ઘટનામાં, વિમાનનું એન્જિનિયરિંગ ભણેલા સ્મિતે અણધાર્યા સંકટમાં અડગ રહી, વિમાનને સુરક્ષિત ઉતારવામાં મદદ કરી. આ વીરતાની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે.