અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Published on: 22nd April, 2026

કાર્નેગી એન્ડોમેન્ટના ૨૦૨૬ના સર્વે મુજબ, દર ૧૦માંથી ૪ ભારતીય-અમેરિકનો હવે 'અમેરિકન ડ્રીમ' છોડી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડ માટેની ૭૦ વર્ષ લાંબી પ્રતીક્ષા અને વધતી મોંઘવારી આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓથી ૭૧% ભારતીયો અસંતુષ્ટ છે. બીજી તરફ, ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક હબ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હવે ‘રિવર્સ માઈગ્રેશન’નો ટ્રેન્ડ તેજ બન્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.