'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
Published on: 22nd April, 2026

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે કડક આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન કંગાળ થવાના આરે છે, તેની પાસે સૈન્યને પગાર ચૂકવવાના પણ નાણાં નથી. પ્રતિબંધોને લીધે ઈરાનને રોજના 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને ખાર્ગ ટાપુ પરથી થતી તેલ નિકાસ ઠપ્પ થઈ છે. જોકે, પાકિસ્તાનની મધ્યસ્થી અને વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે અસ્થાયી યુદ્ધવિરામ લંબાવ્યો છે. અમેરિકા હવે આર્થિક ઘેરાબંધી મજબૂત કરી ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.