અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
Published on: 22nd April, 2026

વૈશ્વિક પડકારો વચ્ચે પણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ ₹૭૨,૩૨૫.૮૨ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અમેરિકામાં ટેરિફ સમસ્યાઓને કારણે નિકાસ ઘટવા છતાં ચીન અને અન્ય દેશોની વધતી માંગે આ ખોટ સરભર કરી છે. કુલ ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન નિકાસમાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય હિસ્સો ધરાવે છે, જેણે ₹૪૭,૯૭૩.૧૩ કરોડની કમાણી કરાવી છે. ભારતનું સી-ફૂડ માર્કેટ નવા દેશોમાં વિસ્તરતા નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.