દવા વેચાણ અને કિંમત રેકોર્ડ હવે 7 વર્ષ સુધી ફરજિયાત
દવા વેચાણ અને કિંમત રેકોર્ડ હવે 7 વર્ષ સુધી ફરજિયાત
Published on: 08th July, 2026

કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગે જૂન 2026 થી દવા કિંમતોના નિયમનમાં મહત્વના સુધારા કર્યા છે. આ સુધારા મુજબ, દવા ઉત્પાદકોએ તેમના તમામ વેચાણ દસ્તાવેજો, ફોર્મ્યુલેશન યુનિટ્સ, પેક્સ અને બલ્ક ડ્રગ્સના ઓછામાં ઓછા 7 નાણાકીય વર્ષ સુધીના રેકોર્ડ સાચવવા ફરજિયાત રહેશે. જો કોઈ કાનૂની કાર્યવાહી પેન્ડિંગ હોય, તો કેસનો અંત ન આવે ત્યાં સુધી રેકોર્ડ જાળવવા પડશે. આનાથી ફાર્મા કંપનીઓ પર વહીવટી બોજ વધશે. નવી દવાઓ માટે પ્રાઇસ અપ્રૂવલમાંથી મુક્તિ મળી છે, તેમજ ઓવરચાર્જિંગની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરાઈ છે. કેમિસ્ટ અને ડિસ્ટ્રિબ્યુટર્સ પર પણ કિંમતના કડક પાલનની જવાબદારી રહેશે, નિયમભંગ કરનાર વેપારીઓ સીધા કાનૂની સકંજામાં આવશે.