જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
Published on: 22nd July, 2026

દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે CCTV, બોડી કેમ ફૂટેજ અને તમામ સંબંધિત રેકોર્ડ તાત્કાલિક સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓના વકીલોએ સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવવા અને લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે આ અરજીઓને પબ્લિસિટી સ્ટંટ ગણાવી વિરોધ કર્યો હતો.