સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો
સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો
Published on: 24th June, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. નવા વેપાર ધીમા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં બજાર ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ૯ વધ્યાના સમાચાર હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા.