ભારતે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી જ પડશે: IMF
ભારતે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી જ પડશે: IMF
Published on: 07th May, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જો નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.