હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન!
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની, જેમાં ઉદયપુર-કિલાડ રોડ પર કડૂ નાળા નજીક પહાડનો મોટો ભાગ તૂટી પડતાં કુલ્લુથી પાંગી જઈ રહેલી એક ટાટા સુમો ટૅક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ. આ દુર્ઘટનામાં કુલ 13 લોકોનાં મોત થયાં છે. એક ઘાયલને જીવિત બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતકોમાં છ મહિનાનું બાળક પણ સામેલ છે. ભૂસ્ખલનની વધતી ઘટનાઓને પગલે લોકોને સાવચેતી રાખવા અને પ્રવાસ પહેલાં હવામાન તથા રસ્તાની સ્થિતિ જાણવા અપીલ કરાઈ છે.
હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂસ્ખલન!
NTAને મજબૂત કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, GM સ્તરના 4 સિનિયર ઓફિસર્સની થશે નિમણૂક
NEET પેપર લીક જેવા વિવાદો બાદ NTA (National Testing Agency) પોતાની સંસ્થાકીય રચના મજબૂત કરવા અને પારદર્શિતા લાવવા માટે મોટા પગલાં લઈ રહી છે. NTA જનરલ મેનેજર (GM) સ્તરના 4 સિનિયર અધિકારીઓની કોન્ટ્રાક્ટ આધારે નિમણૂક કરશે, જેઓ 3 વર્ષ માટે કાર્યરત રહેશે. આ ભરતી assessment research, operations, information security અને vigilance જેવા ક્ષેત્રોમાં થશે. આ ઉપરાંત, UPSC ના 'પ્રતિભા સેતુ' પોર્ટલ દ્વારા 16 યંગ પ્રોફેશનલ્સની પણ ભરતી કરવામાં આવશે, જેઓ સંશોધન, લીગલ અને ફાઇનાન્સ જેવા કાર્યો સંભાળશે. આ સુધારા પ્રો. કે. રાધાકૃષ્ણન સમિતિની ભલામણો પર આધારિત છે.
NTAને મજબૂત કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, GM સ્તરના 4 સિનિયર ઓફિસર્સની થશે નિમણૂક
ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ
Uttar Pradesh ના Saharanpur જિલ્લામાં નયા ગામ સ્થિત એક fireworks factory માં શુક્રવારે જોરદાર વિસ્ફોટ થયો, જેના અવાજથી આખો વિસ્તાર ધ્રુજી ઊઠ્યો. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને કેટલાક અન્ય ઘાયલ થયા હોવાની આશંકા છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ફેક્ટ્રીનો કેટલોક ભાગ ધરાશાયી થયો અને ભીષણ આગ લાગી ગઈ. રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું છે, જેમાં કાટમાળ હેઠળ વધુ લોકો દબાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ વિસ્ફોટના કારણો અને ફેક્ટરીના લાયસન્સ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ
દિલજીત, હૃતિક સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે વિદ્યાર્થીઓને આપ્યું સમર્થન, પ્રતિક્રિયાઓનો દોર
બોલિવૂડમાં વિદ્યાર્થીઓના સમર્થનનો પ્રવાહ વિસ્તરી રહ્યો છે. હૃતિક રોશન, દિલજીત દોસાંઝ, વિર દાસ, સોનુ સૂદ, રીતેશ-જિનેલિયા દેશમુખ, અદિતિ રાવ હૈદરી, ભૂમિ પેડણેકર, હ્યુમા કુરેશી, પ્રીતિ ઝિન્ટા જેવા અનેક કલાકારોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. કેટલાકએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી, જ્યારે અન્ય લોકોએ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શકતા અને જવાબદારીની માંગ કરી. શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, પ્રકાશ રાજ જેવા કલાકારો પ્રદર્શનકારીઓ સાથે ચર્ચામાં જોડાયા, જ્યારે મુંબઈ અને અન્ય શહેરોમાં કેટલાક કલાકારો પ્રતીકાત્મક વિરોધમાં સામેલ થયા.
દિલજીત, હૃતિક સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે વિદ્યાર્થીઓને આપ્યું સમર્થન, પ્રતિક્રિયાઓનો દોર
લોકશાહીમાં અસહમતિને સાંભળવી જરૂરી: દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ વિદ્યાર્થીઓના સમર્થનમાં લખ્યું કે લોકશાહીની સાચી તાકાત અસહમતિને દબાવવામાં નહીં પરંતુ તેને સાંભળવામાં છે. તેણે વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે યુવાનોના પ્રશ્નોનો જવાબ બળપ્રયોગ નહીં, પરંતુ સંવાદ હોવો જોઈએ. દિયાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અને વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ પર ગંભીરતાથી વિચારવાની અપીલ પણ કરી. તેની પોસ્ટને અનેક સામાજિક કાર્યકરો અને ફિલ્મી હસ્તીઓએ પણ સમર્થન આપ્યું.
લોકશાહીમાં અસહમતિને સાંભળવી જરૂરી: દિયા મિર્ઝા
વિદ્યાર્થી આંદોલનને રાજકીય રંગ ન આપો: સલમાન
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પણ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતાં કહ્યું કે આ મુદ્દો રાજકારણનો નહીં, પરંતુ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી છે અને તેનું શ્રેય પણ તેમને જ મળવું જોઈએ. સલમાને લોકોને અપીલ કરી કે આંદોલનને રાજકીય રંગ આપવાના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ. તેના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ અને અનેક યુઝર્સે તેને બોલિવૂડના સૌથી પ્રભાવશાળી સમર્થનોમાંનું એક ગણાવ્યું.
વિદ્યાર્થી આંદોલનને રાજકીય રંગ ન આપો: સલમાન
વિદ્યાર્થીઓની હિંમતને સલામ: આલિયા ભટ્ટ
લાંબા સમયથી બોલિવૂડના મોટા સ્ટાર્સ આંદોલન પર મૌન હોવાનું કહેવામાં આવતું હતું. હવે, અભિનેત્રી આલિયા ભટ્ટે આખરે વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે દરેક વિદ્યાર્થી પાછળ વર્ષોની મહેનત, સપના અને આખા પરિવારની આશાઓ જોડાયેલી હોય છે.વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે જે રીતે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો છે, તે પ્રશંસનીય છે. આગામી પેઢીની ચિંતાઓને અવગણવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ.
વિદ્યાર્થીઓની હિંમતને સલામ: આલિયા ભટ્ટ
ટ્રોલ થયેલી 'ધુરંધર' ફિલ્મના સ્ટાર્સ પણ વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં આવ્યા
'ધુરંધર' ફિલ્મને ટ્રોલ કરવામાં આવી હોવા છતાં, તેના સ્ટાર્સ વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં ઉતર્યા છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનારા આર. માધવને વિદ્યાર્થીઓની હિંમતની પ્રશંસા કરી. જ્યારે અભિનેત્રી આયેશા ખાન મુંબઈમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી અને પોલીસે તેને અટકાયતમાં લીધી હોવાનો દાવો કર્યો. તેણે પોલીસ દ્વારા બળપ્રયોગના પણ આક્ષેપો કર્યા હતા, જે આંદોલનની ગંભીરતા દર્શાવે છે.
ટ્રોલ થયેલી 'ધુરંધર' ફિલ્મના સ્ટાર્સ પણ વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં આવ્યા
રવનીત સિંહ બિટ્ટુનું મોદી કેબિનેટમાંથી રાજીનામું
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવનીત સિંહ બિટ્ટુ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે અને તેમને પાર્ટી મહત્વની ભૂમિકા સોંપી શકે છે.
રવનીત સિંહ બિટ્ટુનું મોદી કેબિનેટમાંથી રાજીનામું
NTAના 47 અધિકારીઓ બરતરફ!
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટી કાર્યવાહી કરી છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવાની દિશામાં NTAએ એક મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કર્યા છે. આ કાર્યવાહી માત્ર નોકરીમાંથી કાઢી મુકવા પૂરતી સીમિત નથી, કેટલાક સામે કાનૂની અને અપરાધિક કાર્યવાહી પણ થશે. પરીક્ષાઓની પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા આ કડક એક્શન લેવાયું છે.
NTAના 47 અધિકારીઓ બરતરફ!
NEET પેપર લીક વચ્ચે નવા શિક્ષણ સચિવ 'સબસિડી કાંડ'માં ફસાયા
દેશભરમાં NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે વહીવટી સ્તરે ફેરફાર કર્યો છે. સિનિયર અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે વિનીત જોશીને પંચાયતી રાજ મંત્રાલયમાં મોકલી દેવાયા છે. બીજી તરફ, ગંગવાર પર આરોપ છે કે રાષ્ટ્રીય બાગાયત બોર્ડમાં કાર્યરત હતા ત્યારે તેમના પરિવારના સભ્યોના નામે 'સંરક્ષિત ખેતી યોજના' હેઠળ 1.16 કરોડ રૂપિયાની સબસીડી મંજૂર કરવામાં આવી હતી. આ આરોપોને કારણે તેમની નિમણૂક ચર્ચાનો વિષય બની છે.
NEET પેપર લીક વચ્ચે નવા શિક્ષણ સચિવ 'સબસિડી કાંડ'માં ફસાયા
CJP આંદોલનમાં પાકિસ્તાનની ડિજિટલ ઘૂસણખોરી: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો
દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે પાકિસ્તાનથી ઓપરેટ થતા 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે, જે પ્રદર્શનને ભડકાવવા અને ખોટી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક હેન્ડલ દ્વારા સાત વિદ્યાર્થીઓના મોતની અફવા ફેલાવવામાં આવી હતી. સ્થિતિને નિયંત્રણમાં રાખવા મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. CJP પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાતનું સ્વાગત કરી, શિક્ષણ મંત્રીના રાજીનામા અને વળતરની માંગ પર અડગ છે.
CJP આંદોલનમાં પાકિસ્તાનની ડિજિટલ ઘૂસણખોરી: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે?
NEET પેપર લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉગ્ર બની રહી છે, પરંતુ સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે રાજીનામું આપવું સરળ છે, પરંતુ તેનાથી પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ દૂર થતી નથી. સરકાર પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુધારા કરશે. National Testing Agency (NTA) માં રહેલી ખામીઓને ઓળખીને તેને દૂર કરવા પગલાં લેવાશે. પેપર લીક ગેંગનો પર્દાફાશ થયો છે અને કડક કાર્યવાહી થશે. CJP દ્વારા રાજીનામાની માગ ચાલુ છે.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે?
કિરણ બેદીનું નિવેદન: સિસ્ટમ ફેઇલ, જવાબદેહીનું નુકસાન
NEET પેપર લીક બાદ CJPના જંતર-મંતર આંદોલને દેશવ્યાપી ચર્ચા જગાવી છે. વિદ્યાર્થીઓ, પોલીસ અથડામણ અને રાજીનામાની માંગ વચ્ચે શૈક્ષણિક અન્યાય સ્પષ્ટ થયો છે. પૂર્વ IPS કિરણ બેદીએ શાસન, પ્રશાસન અને સંસ્થાઓની ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, મીડિયા દ્વારા માત્ર સંઘર્ષનો એક પક્ષ દર્શાવાય છે, પરંતુ અસલી નુકસાન 'જવાબદેહી' (Accountability) નું થયું છે. સિસ્ટમ ફેઇલ થતાં જ વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર ઉતરે છે, તેથી પારદર્શકતા અને સંવાદ જરૂરી છે.
કિરણ બેદીનું નિવેદન: સિસ્ટમ ફેઇલ, જવાબદેહીનું નુકસાન
1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ, CJP એ સરકારને અલ્ટીમેટમ આપ્યું
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. સરકાર તરફથી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ, જ્યારે CJP તરફથી આશુતોષ રાંકા અને સૌરભ દાસ ઉપસ્થિત રહ્યા હતા. CJP એ સ્પષ્ટ કર્યું કે જો આગામી 1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ નહીં કરવામાં આવે, તો 20 જુલાઈ કરતા મોટું દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. CJP એ વડાપ્રધાન મોદીને સંદેશો પહોંચાડવાની અપીલ કરી છે કે તેમના રાજીનામાથી ઓછું કશું જ મંજૂર નથી.
1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ, CJP એ સરકારને અલ્ટીમેટમ આપ્યું
પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી: 10 વર્ષની જેલ, 10 કરોડ દંડ
મોદી કેબિનેટ દ્વારા પેપર લીક સામે કડક કાર્યવાહી કરવાના નવા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ મુજબ, પેપર લીક સંબંધિત સંગઠિત ગુનાના કેસોમાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થવાની ધારણા છે, જે દેશભરના વિદ્યાર્થીઓના વિરોધ અને NEET પેપર લીક જેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને લેવાયેલું મહત્વપૂર્ણ પગલું છે. આ બિલનો હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મજબૂત કાનૂની માળખું સ્થાપિત કરવાનો છે.
પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી: 10 વર્ષની જેલ, 10 કરોડ દંડ
સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન માનવાનું બંધ કરે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય: સોનિયા ગાંધી
દેશભરમાં NEET પરીક્ષા વિવાદ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સરકારે દુશ્મનો જેવું વર્તન કર્યું. તેમણે NTA ની કામગીરી, શિક્ષણ બજેટમાં કાપ, અને 40% યુવાનોમાં વધતી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા, પોલીસ કાર્યવાહી સામે પગલાં લેવા અને PM દ્વારા માફી માંગવાની ત્રણ મુખ્ય માગણીઓ કરી.
સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન માનવાનું બંધ કરે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય: સોનિયા ગાંધી
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ: કોર્ટ કાર્યવાહીના વીડિયો એડિટ કે શેર કરવા પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે કોર્ટની કાર્યવાહીની ઑડિયો-વીડિયો રેકોર્ડિંગના ગેરઉપયોગને રોકવા માટે એક મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની ન્યાયિક કાર્યવાહીની રેકોર્ડિંગને સંબંધિત સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ, રી-પોસ્ટ કે અપલોડ કરી શકાશે નહીં. આ આદેશ ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા અને વીડિયો તથા ઑડિયોના ભ્રામક, સંપાદિત અથવા ગેરમાર્ગે દોરતા ઉપયોગને અટકાવવા માટે છે.
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ: કોર્ટ કાર્યવાહીના વીડિયો એડિટ કે શેર કરવા પર પ્રતિબંધ
પેલેટ ગનથી ઘવાયેલા યુવક સાથે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
NEET પેપર લીક મુદ્દે CJP (કોકરોચ જનતા પાર્ટી)નું આંદોલન ચાલુ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ થયો, અને ત્રિરંગો લઈને પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને પેલેટ ગન વાગતા તેની એક આંખને નુકસાન થયું. રાહુલ ગાંધીએ પેપર લીક માટે જવાબદાર વ્યક્તિને દૂર કરવા, વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરનારા સામે પગલાં લેવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓની માફી માંગવાની માગ કરી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી.
પેલેટ ગનથી ઘવાયેલા યુવક સાથે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
પેપર લીક વિરોધમાં કોંગ્રેસની દેશવ્યાપી કેન્ડલ માર્ચ
NEET અને CBSE જેવી પરીક્ષાઓમાં થયેલી પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં કોંગ્રેસે શનિવાર, 25 જુલાઈના રોજ દેશભરમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા દરેક જિલ્લામાં સાંજે આયોજિત માર્ચ ગાંધીજી કે બાબાસાહેબની પ્રતિમા પાસે સમાપ્ત થશે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. આથી, તેઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. આ 'શિક્ષણ બચાવો' અભિયાનમાં વાલીઓ, યુવાનો અને નાગરિકોને જોડાવા અપીલ કરાઈ છે.
પેપર લીક વિરોધમાં કોંગ્રેસની દેશવ્યાપી કેન્ડલ માર્ચ
CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
વિદ્યાર્થીઓના અસંતોષને દૂર કરવા સરકારે પરીક્ષા પેપર લીક કરનારાઓ સામે કડક સજાના બિલને મંજૂરી આપી છે. દોષિતો માટે 10 વર્ષ જેલ અને ₹10 કરોડ દંડની જોગવાઈ નવા બિલમાં છે. CJP અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ, જેમાં CJP એ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર ભાર મૂક્યો. CJP ના દાવા મુજબ, સરકારે અંતિમ નિર્ણય જણાવવા શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો છે. સરકારે NEET પરીક્ષાર્થીઓના પરિવારજનોને ₹1 કરોડ વળતર અને વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચવા જેવી માંગણીઓ પર સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
જાપાન ઓપન વિજેતા પી.વી. સિંધૂ ચાઇના ઓપનમાં પ્રારંભે જ બહાર
ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધૂ તાજેતરમાં જાપાન ઓપન જીતીને ફોર્મમાં પાછી ફરી હતી, પરંતુ ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી ચેન યુફેઈ સામે ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હારી ગઈ. લગભગ દોઢ કલાક ચાલેલી આ મેચમાં સિંધૂ 21-16, 20-22, 18-21થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ હાર સાથે ચાઇના ઓપનમાં ભારતનું અભિયાન પણ પૂર્ણ થયું, જેમાં લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી પણ હારી ગયા હતા.
જાપાન ઓપન વિજેતા પી.વી. સિંધૂ ચાઇના ઓપનમાં પ્રારંભે જ બહાર
રાજ્યસભામાં હંગામા વચ્ચે વંદે માતરમ બિલ રજૂ
રાજ્યસભામાં હોબાળા વચ્ચે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 એટલે કે 'વંદે માતરમ બિલ' રજૂ કર્યું, જેને વિપક્ષે વિરોધ કર્યો. રાયે આરોપ લગાવ્યો કે બિલ અંગે ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ લોકસભા અને રાજ્યસભામાં NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભારે હોબાળો થયો, જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી વારંવાર મુલતવી રાખવી પડી. સરકારે પેપર લીક સામે કડક કાયદો લાવવાના સંકેત આપ્યા છે.
રાજ્યસભામાં હંગામા વચ્ચે વંદે માતરમ બિલ રજૂ
બેરિકેડ પર ચઢી, વોટર કેનનમાં નાચી Gen-Z એ પોલીસને ચકરાવે ચડાવી
NEET-UG 2026 પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક મુદ્દે પટનામાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ અનોખી રીતે આક્રોશ વ્યક્ત કર્યો. પોલીસે ભીડ વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો, પણ વિદ્યાર્થીઓ પીછેહઠ કરવાને બદલે તેમાં નાચી, કૂદી અને ગીતો ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો. આશ્ચર્યજનક રીતે, વિદ્યાર્થીઓ બેરિકેડ્સ પર ચઢીને તેને એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની જેમ હલાવી રહ્યા હતા. આ 'જોયફુલ રિબેલિયન'ના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો વિદ્યાર્થીઓના સાહસ અને પોલીસની કાર્યવાહી પર ચર્ચા કરી રહ્યા છે.
બેરિકેડ પર ચઢી, વોટર કેનનમાં નાચી Gen-Z એ પોલીસને ચકરાવે ચડાવી
રાજકુમાર રાવે કબૂલ્યું, 'મોદી હૈ તો મુમકિન હૈ' ગીત દબાણ હેઠળ કર્યું હતું
અભિનેતા રાજકુમાર રાવે સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું કે તેમણે ભૂતકાળમાં 'મોદી હૈ તો મુમકિન હૈ' ગીત દબાણ હેઠળ કર્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો. વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપતી પોસ્ટ પર એક ચાહકના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એક ગીત તેમની વિચારધારા નક્કી કરતું નથી અને તેઓ માનવતાના પક્ષમાં છે. બાદમાં રાજકુમારે આ કોમેન્ટ ડિલીટ કરી દીધી, પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા.
રાજકુમાર રાવે કબૂલ્યું, 'મોદી હૈ તો મુમકિન હૈ' ગીત દબાણ હેઠળ કર્યું હતું
કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે દોઢ કલાકની બેઠક
દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં CJP અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ, જેમાં જે.પી. નડ્ડા, જિતેન્દ્ર સિંહ અને CJPના પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠક બાદ CJPએ સ્પષ્ટ કર્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર કોઈ સમજૂતી નહીં થાય. સરકારે આ મુદ્દે નિર્ણય માટે એક દિવસનો સમય માંગ્યો છે. સાથે જ પીડિત પરિવારોને વળતર અને પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચવા અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે. CJPએ માંગણીઓ પૂર્ણ ન થાય તો આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી.
કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે દોઢ કલાકની બેઠક
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની સુનાવણી ન કરવા મુદ્દે CJI: "આવી કોઈ અરજી જ નહોતી થઈ"
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અંગે મીડિયા દ્વારા કરાયેલા 'ખોટા રિપોર્ટિંગ' સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ઘટના અંગે કોર્ટમાં કોઈ ઔપચારિક અરજી દાખલ કરવામાં આવી નહોતી, માત્ર એક રજૂઆત કરવામાં આવી હતી. મીડિયાએ આ રજૂઆતને અરજી ગણાવીને ખોટો અહેવાલ રજૂ કર્યો હતો. CJI એ જણાવ્યું કે આ મામલે માત્ર મૌખિક ઉલ્લેખ થયો હતો અને કોર્ટની રજિસ્ટ્રીમાં કોઈ કાગળ કે અરજી દાખલ થઈ નહોતી.
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની સુનાવણી ન કરવા મુદ્દે CJI: "આવી કોઈ અરજી જ નહોતી થઈ"
NEET પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટનું સખત વલણ
NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે સુપ્રીમ કોર્ટ હવે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે તે NEET પરીક્ષાઓમાં પેપર લીક રોકવા માટે લેવાઈ રહેલા તમામ સુધારાત્મક પગલાંનું નિરીક્ષણ કરશે. કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને આગામી સુનાવણીમાં આ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં કામચલાઉ નહીં, પરંતુ સંસ્થાકીય સુધારાની સ્પષ્ટતા હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પેપર લીક રોકવા માટે NTA દ્વારા લેવાઈ રહેલા પગલાં, જેમાં CBT ફોર્મેટનો અમલ અને સાયબર સિક્યુરિટી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
NEET પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટનું સખત વલણ
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક મુદ્દે 2 મિનિટ 55 સેકન્ડનો સેલ્ફી વીડિયો શેર કરીને યુવા પેઢી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોબાઇલના પોર્ટ્રેટ મોડમાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં તેમણે "મિત્રો"ને બદલે "ફ્રેન્ડ્સ" શબ્દથી સંબોધન કર્યું અને પેપર લીક સામે કડક કાર્યવાહી તથા નવા કાયદાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા માટે અનુકૂળ શૈલી અને સમયને કારણે વીડિયો ચર્ચામાં રહ્યો, જોકે તેની અસરકારકતા અંગે નિષ્ણાતોમાં મતભેદ જોવા મળી રહ્યા છે.
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન?
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર: માફી માંગો, ધર્મેન્દ્ર પ્રધાનને હટાવો
પેપર લીક મુદ્દે PM મોદીના વીડિયો સંદેશ બાદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે PM મોદીના વીડિયોને ‘લાચાર’ ગણાવી કહ્યું કે, 'PM મોદી દેશના વિદ્યાર્થીઓનું અપમાન કરવાનું બંધ કરે અને પોલીસ લાઠીચાર્જ બદલ માફી માંગે.' રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરતરફ કરવાની, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની અને વડાપ્રધાને વિદ્યાર્થીઓની માફી માંગવાની ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ સરકારની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર: માફી માંગો, ધર્મેન્દ્ર પ્રધાનને હટાવો
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, NEET પેપર લીક મામલે CJPની માંગ યથાવત
NEET પેપર લીક મુદ્દે CJP (Campaign for Justice and Progress) પોતાના મુખ્ય મુદ્દા પર યથાવત છે. CJPના સ્થાપક અભિજીત દીપકે અને પ્રવક્તા દીપક બાલિયાને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ફરી ઉઠાવી છે. સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ અનશન સમાપ્ત કર્યું, પરંતુ CJP સ્પષ્ટપણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે છે. તેમના મતે, શિક્ષણમંત્રીના રાજીનામા બાદ જ જવાબદારી નક્કી થઈ શકશે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા આવશે.