દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
Published on: 15th July, 2026

દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં ઉત્તર ભારતમાં ગરમી અને ઉકળાટ વધ્યો છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. IMDએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પુરીની રથયાત્રા પર લો-પ્રેશરની અસર પડી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.