મથુરામાં ગુજરાતી પરિવાર સાથે થયેલી 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
મથુરામાં ગુજરાતી પરિવાર સાથે થયેલી 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
Published on: 15th July, 2026

Uttar Pradesh News: મથુરાની જૈત પોલીસ સ્ટેશને ગુજરાતી પરિવાર સાથે થયેલી 2 કરોડ 90 લાખની મોટી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2 કરોડ રોકડા અને 60 લાખથી વધુના ઘરેણાં રિકવર કર્યા છે. આ ઘટનામાં ગુજરાતના ગાંધીનગરના વતની રાકેશ પ્રજાપતિ અને તેમના પુત્ર માનવ પ્રજાપતિ સાથે ગેસ્ટ હાઉસ સંચાલકોએ છેતરપિંડી કરી હતી. પોલીસે તત્પરતા દાખવીને રાજન, આલોક, પ્રેમ સાગર અને હિરેન નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે.