એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં વાઝેને જામીન પર હાઈકોર્ટનો મનાઈહુકમ
એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં વાઝેને જામીન પર હાઈકોર્ટનો મનાઈહુકમ
Published on: 01st October, 2026

૨૦૨૧ના એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને આપવામાં આવેલા જામીન પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની અપીલ બાદ હાઈકોર્ટે આ મનાઈ હુકમ આપ્યો, જેમાં દલીલ કરાઈ હતી કે વિશેષ અદાલતે બિનજરુરી અવલોકનો કરી જામીનનો ખોટો આદેશ આપ્યો હતો. વાઝે હાલ થાણે સેન્ટ્રલ જેલમાં બંધ છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની બેન્ચે NIAની અપીલની સુનાવણી ૭ ઓક્ટોબર પર મુલતવી રાખી વાઝેને નોટિસ જારી કરી છે. NIAએ જણાવ્યું કે વાઝે પર ગંભીર ગુનાઓ હેઠળ આરોપ મૂકાયો છે અને તેમને જામીન આપવામાં વિશેષ અદાલતે ભૂલ કરી છે.