13 વર્ષ જૂની ગટર લાઇન ફાટતાં નવો મહેસાણાનો રોડ તોડવો પડ્યો
13 વર્ષ જૂની ગટર લાઇન ફાટતાં નવો મહેસાણાનો રોડ તોડવો પડ્યો
Published on: 03rd October, 2026

મહેસાણા શહેરમાં માત્ર દશેક મહિના પહેલાં બનેલો આઇકોનિક રોડ ભૂગર્ભ ગટર લાઇનમાં ભંગાણ સર્જાતાં ક્ષતિગ્રસ્ત થયો છે. બિલાડી બાગ પમ્પિંગ સ્ટેશનથી કસ્બા પમ્પિંગ સ્ટેશન તરફ જતી 13 વર્ષ જૂની DI ગટર લાઇન સીંધી સોસાયટી પાસે ફાટતાં ગંદા પાણીના દબાણથી રોડ ઉપસી આવ્યો. મનપાના ડ્રેનેજ તંત્રએ ખોદકામ કરતાં પાઇપમાં કાટ અને ગાબડાં જોવા મળ્યાં. આશરે 20 મીટર વિસ્તારમાં ખોદકામ કરીને નવી DI પાઇપ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.