70 વર્ષમાં 20 લાખ અપહરણ, 11 લાખ એક દાયકામાં, ગુનાઓમાં હિસ્સો 3 ગણો વધ્યો.
70 વર્ષમાં 20 લાખ અપહરણ, 11 લાખ એક દાયકામાં, ગુનાઓમાં હિસ્સો 3 ગણો વધ્યો.
Published on: 09th May, 2026

ભારતમાં છેલ્લા દાયકામાં અપહરણના બનાવોમાં અણધાર્યો વધારો જોવા મળ્યો છે. 1953 થી 2024 વચ્ચે 20 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 54% કેસ છેલ્લા 11 વર્ષોમાં જ બન્યા છે. લગ્ન માટે મહિલાઓને ઉઠાવી જવા અને સામાન્ય અપહરણ મુખ્ય કારણો છે, જ્યારે ખંડણી માટેના અપહરણ માત્ર 0.7% છે. બાળકો વિરુદ્ધના સાયબર અપરાધોમાં પણ ચિંતાજનક વધારો થયો છે.