ST ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી.
ST ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી.
Published on: 07th May, 2026

ભાવનગર - ST નિગમમાં કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ડ્રાઈવર-કંડક્ટરોને લઈ નિગમને ખાનગી તરફ ધકેલવાની ચાલી રહેલી હિલચાલ સામે કર્મચારીઓમાં ભારે વિરોધની લાગણી પ્રસરી છે. જો આ કાર્યવાહી બંધ નહીં રાખવામાં આવે તો આગામી ૨૫મીથી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારાઈ છે. GSRTC ખાતે સર્વિસો/શિડયુલોના કેન્સલેશનને લઈ ખાનગી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર બે-બે હજાર ડ્રાઈવર-કંડક્ટરને લેવા માટે નિગમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ભાડા કરાર આધારીત બસો ભાડે રાખવામાં આવે છે. દર માસે આવી પ્રિમિયમ બસોનું ભાડું આશરે ૧૨ કરોડ ચૂકવાય છે.