હોકી વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવી આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
હોકી વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવી આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
Published on: 19th August, 2026

FIH Hockey World Cup 2026 માં, ભારતે પાકિસ્તાનને 5-3 ના સ્કોરથી હરાવી આગલા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું. 16 વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો. પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતે 4-2 ની મજબૂત સરસાઈ મેળવી, જેમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અભિષેકે ગોલ કર્યા. ત્રીજા ક્વાર્ટરમાં હાર્દિક સિંહે ગોલ કરી સ્કોર 5-3 કર્યો. છેલ્લા ક્વાર્ટરમાં પાકિસ્તાન વાપસી કરી શક્યું નહીં અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.